જોશીડા જોશ જોવા આવ્યા. દેશ દેશ ફરતા આવ્યા. લાંબાં લાંબાં ટીપણાં લાવ્યા. મોટી મોટી પાઘડીઓ ડોલાવતા આવ્યા. કાને સોનાની, રૂપાની ને બરૂની કલમો ખોસી છે! ખભે ખડિયા રહી ગયા છે. એક ખડિયામાં કંકુ છે. એકમાં
કાળુજી કાગડો કાલબાદેવીમાં કિલ્લોલ કરતો. ઘણાં વરસોથી એ કાલબાદેવીના માળાઓ અને મહેલોમાં ફરતો રહેતો. લોકોની બાલ્કનીઓમાંથી ખાવાનું ઝાપટતો. કદીક રસોડામાં સુધ્ધાં પેસી જતો. કાળુજી હિંમતવાળો હતો.