ભગવાન પર બાળવાર્તાઓ
બાળવાર્તા(7)
-
મહાપુરુષ મલુકચંદ
અહીં એક મહાપુરુષની વાત આપીએ છીએ. એમનું નામ મલુકચંદ્ર! પણ બધા લોકો એમને મલુકચંદ કહે છે. તીખી-તમતમતી વાનીઓ ખાવાથી લોકોની જીભ ટૂંકી થઈ ગઈ, નહિ તો ચંદ્રનો ચંદ ન કરત! અને તે પણ આવા મહાપુરુષને માટે!
-
ભગવાનની નિર્ધનતા
રંકા કઠિયારાનો ધંધો કરતો હતો; પણ પૈસા કમાવાના હેતુથી એ લાકડાં કાપવા જતો હતો એમ ભાગ્યે જ કોઈ કહી શકે. પોતાની આજીવિકા માટે ઓછામાં ઓછાં અમુક અન્નવસ્ત્રની તો દરેકને જરૂર પડે છે. દરેક જણે જાતે જ મહેનતમજૂરી કરીને એ મેળવી લેવાં જોઈએ એમ રંકા
-
તો પ્રભુ કરે સહાય!
દીપક એક ગામડાગામનો વિદ્યાર્થી હતો. તેનું પોતાનું ગામ તો સાવ નાનું હતું; માંડ સોએક ઘરનું ગામ પરંતુ તેના ગામથી ચારેક માઈલ છેટે એક મોટું ગામ હતું કસબાનું ગામ હતું – કુસુમપુર. કુસુમપુરમાં એક હાઈસ્કૂલ હતી. પોતાના ગામમાં
-
હૅપી બર્થડે
‘આવું છું, આવું છું.’ કરતાં કરતાં ઋચાની વરસગાંઠ ખરેખર આવી પહોંચી. ભગવાન કેવો દયાળુ! એ દિવસે ખાસ રવિવાર રાખ્યો. ઉજવણી ક્યાં ગોઠવવી? તો ક્હે પ્રાણીબાગમાં. શ્વેતા આવી અને શ્યામા આવી. પપ્પુ સાથે ગપ્પુ આવ્યો. ઇંકી, પિંકી
-
ભગવાન પર મુકદ્દમો
ન્યાય એટલે ન્યાય. ન્યાયથી કાંઈ પર નથી. ભગવાન પણ નહિ. જો ભગવાન ગુનો કરે તો ભગવાન પર પણ કામ ચલાવી શકાય. ભગવાન જે કંઈ કરે તે સારું જ કરે, એવું ન્યાય વિચારી શકે નહિ.