રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોબેપરવા પર ગીત
કશાની કે કોઈની પરવા
ન રાખે તે, બેકાળજી, બેદરકાર. બેદરકારી સ્પષ્ટપણે અવગુણ જ છે. પણ કળાકાર કનિષ્ઠમાંથી શ્રેષ્ઠ સર્જી શકે. ભૂપેન ખખ્ખરના નાટક ‘મોજીલા મણિલાલ’માં નાયક અવસાન પામી સ્વર્ગમાં પહોંચી જુએ છે કે એને સ્વર્ગ મળશે કે નરક એનો ફેંસલો ચિત્રગુપ્ત ચોપાટ રમી લેવાના છે! મધુ રાયની હરિયા શ્રેણીની વાતાઓમાં નાયક હરિયાનું ઈશ્વર સાથે સીધું જોડાણ છે. એ ચાહે ત્યારે ઈશ્વર જોડે સંવાદ કરી શકે છે. કોઈ પણ સામાન્ય માણસને જો ઈશ્વર સાથે વાત કરવાનો મોકો મળે તો પૂછે એવા હરિયાના પ્રશ્નોના ઈશ્વરના જવાબ હંમેશાં ઉડાઉ, અસ્પષ્ટ અને બેદરકારીભર્યા જ હોય છે. ઈશ્વરને બેપરવા દર્શાવી વ્યંગ્ય થકી સૃષ્ટિની વ્યવસ્થા બદલ પાયાની આશંકાઓ રજૂ કરી છે. જયંત ખત્રીની ‘ધાડ’ વાર્તામાં નાયક પ્રાણજીવન જ્યારે ઘેલાને ઘરે રોકાવા આવે છે ત્યારે ઘેલાનું વર્તન પ્રાણજીવન સાથે અંત સુધી બેપરવાઈભર્યું જ છે. નકારાત્મક ભાવ હકારત્મક અભિગમની કઈ રીતે અવગણના કરે છે એનું સચોટ આલેખન ‘ધાડ’માં જોઈ શકાય છે. બેપરવાઈ બાબત કેટલીક કવિતાના અંશ જોઈએ : ભાઈ રે ભજની પુરુષને બેપરવા રે’વું ને, રાખવી ન કોઈની પરવાર રે… મોટાની આગળ નવ ઉચ્ચરવું ને, બાંધવો સુરતાનો એકતાર રે... (કુપાત્ર આગળ વસ્તુ ન વાવીએ / ગંગા સતી) ** મહોબતના જગતમાં ખેલદિલી હોય છે આવી, હતો સાગર જો બેપરવા તો દોડીને ઝરણ આવ્યું. (ઝરણ આવ્યું / કાબિલ ડેડાણવી) ** આ સતત અવગણના એની મહેરબાની છે ‘મરીઝ’, ધીમે ધીમે કરી દેવાના એ બેપરવા મને (મરીઝ)