રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોબંદર પર ગીત
જળ વાહનવ્યવહાર માટેનું
કિનારે આવેલું મથક અથવા મુકામ કે પડાવ. જહાજનો આકાર વિશાળ હોય છે. પાણીની સપાટીની નીચે પણ દરિયાઈ જહાજનો વિશાળ હિસ્સો હોય છે. આથી, જહાજને કિનારાની અડોઅડ લાવી ન શકાય. દરિયા કે નદીના કિનારેથી પાણીમાં એવા અંતરે જહાજને નાંગરવું પડે જ્યાં જહાજનો નીચલો હિસ્સો પાણીમાં સલામત રહે. આથી દરિયા કે નદીના કિનારેથી એવા સલામત અંતરે મથક બાંધવામાં આવે જ્યાં જહાજના મુસાફરો અને માલ-સામાન જહાજમાં પ્રવેશ કે નિકાસ કરી શકે. એવા મથકને ‘બંદર’ કહે છે. દરિયાઈ કથાઓમાં બંદરનો ઉલ્લેખ દેખીતી રીતે હોવાનો. કેટલીક કવિતાઓના અંશ જોઈએ જેમાં બંદર વિશે લખાયું છે : દરિયો કૂવાથંભ માલમ, દરિયો અમારા લંગર; દરિયો રૂડા સઢ્ઢ માલમ, દરિયો અમારાં બંદર; વાંઈયાં પૂસાં વાંઈયાં પૂસાં અલ્લાબેલી કરશું! (ખારવણનું ગીત / ધીરેન્દ્ર મહેતા) ** અલ્લા બેલી, અલ્લા બેલી, જાવું જરૂર છે, બંદર છો દૂર છે! બેલી તારો બેલી તારો, બેલી તારો તું જ છે, બંદર છો દૂર છે! (અલ્લા બેલી / સુંદરજી બેટાઈ) ** ગજાવે ઈશ્કને નામે અરે દરિયા બધા કાંઠા, દિઠું તેં કોઈ બંદર, જ્યાં પિછાણે દિલ તલપતૂં દિલ? (કવિ અને જગત વચ્ચે વિરોધ / હરગોવિંદ પ્રેમશંકર ત્રિવેદી)