રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોબલિદાન પર લોકગીતો
અર્પણ કરવું, ઇચ્છાદાન
કરવું, અંગત કે વ્યક્તિગત સંપત્તિ ત્યજવી, ત્યાગ, કુરબાની, આત્મભોગ. બલિદાન એક નાયકત્વ સૂચક ગુણ છે. સાહિત્યકૃતિમાં કોઈ પાત્ર જ્યારે કોઈ પણ પ્રકારનું બલિદાન આપે ત્યારે તે પાત્ર તે પ્રસંગ અને સંદર્ભ પૂરતું નાયક થઈ જાય છે. સાહિત્યમાં બલિદાન વીરરસ, ક્ષમા, ઔદાર્ય, સંવેદનશીલતા, સ્નેહ કે બહાદુરી સૂચક બનતા હોય છે જે કથાને રસિક બનાવે છે. બલિદાન પોંખતી કવિતા અને અન્ય સાહિત્યકૃતિઓના અંશ જોઈએ : અમ જીવનની વાદળી નાની આભ વિષે જ ઉડાવો, સ્નેહ-શક્તિ-બલિદાન-નીરથી ભરચક ધાર ઝરાવો, અમને સ્થળસ્થળમાં વરસાવો. પ્રભુ હેo (જ્યોત જગાવો / સુંદરમ્) ** રણસંગ્રામે નિત્ય ઝૂઝયા છે કૈંક માડીના જાયા, પ્રાણ દઈ જેઓએ પૂર્યા આઝાદીના પાયા, આભમહીંથી પોકારે એ વીરોનાં બલિદાન : ‘ઝિન્દાબાદ હિન્દુસ્તાન ! ઝિન્દાબાદ હિન્દુસ્તાન !' (ઝિંદાબાદ હિન્દુસ્તાન / ગની દહીંવાલા) ** ‘...એટલે જ તે ઘણો મૂંઝાતો હતો. કલ્યાણી બીજાની થાય એ અસહ્ય હતું. સ્વાતંત્ર્ય યુદ્ધમાં ગૌતમે પહેલું બલિદાન આપવાનું છે એ ચોક્કસ હતું. બે માસ કે છ માસ માટે જીવનની મુદત લંબાતી જાણનાર પ્રેમીએ પ્રિયતમાને ખાતર અસહ્યને સહ્ય બનાવવાનું – કલ્યાણીની દીર્ઘ સૌભાગ્ય અપાવવું – એટલે કે કલ્યાણીને પારકી બનાવવી – એ જ ધર્મરૂપ લાગ્યા કરતું હતું. તે રાહ જોતો હતો કે સંકેત પ્રમાણે તેને ઘ૨ છોડવાની બળવાખોરો તરફથી સૂચના ઝટ મળે ત્યાં તો રુદ્રદત્તે આવી જરૂર પડ્યે તે જ દિવસે કલ્યાણી સાથે તેનાં લગ્ન કરવાની સૂચના આપી. લગ્ન થાય તો?...’ (ભારેલો અગ્નિ (નવલકથા)- ૧૯૩૫ / રમણલાલ વસંતલાલ દેસાઈ) ** “ગંધરાજ : હું સ્વાર્થી છું, નહિ? મધુરી : હું ૫૨માર્થી છું, નહિ? ગંધરાજ : હા, છે. મધુરી : હા, તમેય છો. ગંધરાજ : તો મારે એવા રડતા હૃદયનું બલિદાન ન ખપે. મધુરી : કવિ, હું સગાવતી નથી કે હસતે મોઢે પુત્રનું માથું ખાંડીને તને નૈવેદ્ય ધરું; છતાં હું મધુરી છું. હૃદય રડતું હશે તોય મોઢું હસતું રાખવાનું વચન આપું છું. ગંધરાજ : પણ મને એ બલિદાન લેવાનો અધિક શો? મધુરી : અધિકાર? અધિકાર પ્રેમનો! હું તમને ચાહું છું એ જ મોટો અધિકાર નથી શું? અને મારે ક્યાં ગંધરાજ અને અમિતાને માટે બલિદાન આપવું છે? મને તો મારા કવિની અને કવિને અમી ઝરીને વિકસાવે એવી મારી બહેનની પડી છે.” (ડૂસકું (એકાંકી) -૧૯૪૬ / કૃષ્ણલાલ શ્રીધરાણી)