રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોબળતરા પર ગીત
બળવાથી કે દાઝવાથી થતી
પીડા, ઈર્ષ્યા. મૂળે દાઝવાની પીડા પરથી બનેલો આ શબ્દ પણ માત્ર દાઝવાના દરદ સુધી સીમિત ન રહેતા એવી જ અન્ય કારણોથી થતી પીડા માટે પણ વપરાય છે. આ સિવાય અદેખાઈથી થતી માનસિક વ્યથા માટે પણ આ શબ્દનો ઉપયોગ થાય છે. ઈર્ષ્યા અને અદેખાઈ ઘણાં એવા કામ કરાવે જેનાથી સશક્ત કથાઓ રચી શકાય. જોઈએ સાહિત્યકૃતિઓના કેટલાક અંશ : ન હું ઝાઝું માગું ન હું ઝાઝું માગું, નથી મારું ત્રાગું; પણ હૃદયમાં જે વ્રણ પડ્યા, સહું સકલ એની બળતરા, વિના ચીસે, વિના રીસે; બસ, સહનનું એવું બલ દે. (ન હું ઝાઝું માગું / સુંદરજી બેટાઈ) ** પતંગાએ તો પળભરમાં બળી ઠરી લીધું હૈયું, બિચારી દીપિકાએ બળતરા આ રાતભર માગી (ધરતી ઉપર માંગી / 'મુકબિલ' કુરેશી) ** “.. આ ક્ષણે મ્યાન ચાંદનીથી આચ્છાદિત પૃથ્વીના મુખ પર જે ગ્લાનિ છે, ઉઢેલિત સમુદ્રના અન્તરમાં જે વિક્ષોભ છે, હવામાં વ્યાપી ૨હેલો જે હાહાકાર છે, સૂર્યની પૃથ્વીનાં દુઃખ દૂર રહીને જાણ્યાની જે બળતરા છે – આ બધું સમાવવા જેટલું ઈશ્વરનું હૃદય વિશાળ ક૨વું જોઈએ. માણસ થવા ઈશ્વર મથ્યો છે, એના અવતારોની કથા જાણીએ છીએ. પણ અત્યારે કદાચ એની પાપબુદ્ધિનો ભાર વધ્યો છે, અત્યારે માનવ ભેગા માનવ થઈને સહાનુભૂતિ પામવાની એની લાચારી વધી છે...” (મરણોત્તર (લઘુનવલ, ૧૯૭૩)- સુરેશ જોષી) ** “...સ્કૂટરે ગતિ પકડી ત્યારે મુકુંદે ખરેખર પાછળ જોયું કે એને એવું લાગ્યું? મંદાબહેન એની સામે હસ્યાં એમાં ડંખ હતો કે વિજયનો એક ક્રૂર, વિકૃત આનંદ? ધીમે ધીમે એણે એના રસ્તા તરફ ચાલવા માંડ્યું. ખાસ કશો વિચાર આવતો નહોતો. કંઈ અસાધા૨ણ બન્યુંય નહોતું. આવું તો બને જ છે કેટલાં વર્ષોથી છતાં કશી બળતરા થતી હતી. નીચી નજ૨ રાખી અને ઝડપ વધારી. મુકુંદ ઘેર પહોંચી ગયો હશે. મંદાબહેને પર્સમાંથી ચાવી કાઢી બા૨ણું ખોલ્યું હશે...” (ઈતરા (વાર્તા) - હિમાંશી શેલત)