રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોબાળલગ્ન પર ગરબી
ભારતીય સમાજોમાં બાળલગ્નો
બે પ્રકારના છે : એક તો તરુણ, ૧૫ વર્ષની નીચી ઉંમરની છોકરીના પુખ્ત વયના પુરુષ જોડે લગ્ન અને બીજો પ્રકાર એ છે કે, જેમાં ૧૮થી ઓછી વયના બે બાળકો (છોકરી અને છોકરા) માતા-પિતા ભવિષ્યના લગ્નનું આયોજન કરે છે. જોકે ૧૯૬૪થી અમલીય કાનૂન અનુસાર ૧૮થી ઓછી વયની કન્યા અને ૨૧થી ઓછી વયનો છોકરો લગ્ન ન કરી શકે – બાળલગ્ન પ્રતિબંધક ધારા હેઠળ એવા લગ્ન ગુનાપાત્ર ગણાય છે. સાહિત્યમાં બાળલગ્ન બાબત લખાયું છે એના અંશ જોઈએ : “...સુધારાવાળાના અગેવાન મલબારી છે, તેને લોકો શું કહે છે તે પરથી સાફ જણાશે કે એ કામમાં લોકપ્રિય થવાનું નથી. તોપણ તે સરકારને અરજી ક૨વા માગે છે કે બાળલગ્ન અટકાવવાનો કાયદો કરવો. આપણા ધર્મશાસ્ત્રમાં બાળલગ્ન કરવાનું લખેલું છે. એટલે તે માટે હું વધારે બોલવાની જરૂ૨ ધા૨તો નથી. શું આપણે ધર્મવિરુદ્ધ જવું? શું આપણો ધર્મ ચૂકવો? કદી નહિ(તાળીઓ). વળી, સ૨કા૨ને વચ્ચે નાખવાની શી જરૂ૨ છે? બાળલગ્નનો રિવાજ શો ખોટો છે કે સુધારો ક૨વાની જરૂર પડે? અને જરૂર પડે તો શું આપણે નહિ કરી શકીએ? આપણે આટલી બધી કેળવણી પામ્યા ને સ૨કા૨ની મદદ લેવી પડે? આપણા બધા રિવાજ બહુ લાભકારક છે. તે બતાવી આપે છે કે આપણા જેવા વિદ્વાન, આપણા જેવા ડાહ્યા, આપણા જેવા હોશિયાર બીજા કોઈ નથી. તો પછી આપણા જેવા લોકોના રિવાજ ખોટા કેમ હોય? તેમાં સુધારો કરવાની શી જરૂ૨ હોય?...” (ભદ્રંભદ્ર (નવલકથા ૧૯૦૦) / રમણભાઈ નીલકંઠ) ** “...મેં વિષ્ણુને રસ્તો બતાવ્યો. ચર્ચામાં છોલી કાઢવાનો, લોહીલુહાણ કરી મૂકવાનો. સ્ત્રીની સામે ઇજ્જત જશે તો એની મેળે આવતો બંધ થઈ જશે. વિષ્ણુએ કહ્યું, ‘એવો હિંસક માર્ગ મને ન ફાવે.’ મેં કહ્યું, ‘તો પછી એને સૂચન કરવાનું, રસિકભાઈ, ભાભીને લઈને આવો તો મજા પડે. ભાભી ઘે૨ નથી કે શું?” એમ હોય તો અમે આવીશું તમારા ઘેર, એમ કહીશ તો તરત જ ચેકમેટ થઈ જશે. ને તારે કાયમની નિરાંત થઈ જશે. અને ચિત્રાભાભીને તો વહેલું ઊંઘવા જોઈએ છે એટલે દરેક વખતે હા નહીં પાડે. વિષ્ણુએ એની મુશ્કેલી સમજાવતાં કહ્યું, ‘યાર રસિકનાં વાઈફ તો સાત ધોરણ પાસ છે. એ લોકો બેતાલીસના ગોળનાં છે. એમનાં બાળલગ્ન થયેલાં. એનાં પત્નીને બહેનો-બહેનો એક મળે એ ગમે, પણ પા૨કા પુરુષો સામે શરમાય. ચિત્રા જેવાં બિનધાસ્ત નહીં.’ સાંજના સાત પછીની કોઈ સિરિયલ ચૂકે નહીં. આપણે એમના ઘે૨ જઈએ તો વચ્ચે વચ્ચે વાત કરે, બાકી સિરિયલને જ સમર્પિત હોય. ચિત્રા ભારે સ્વમાની એટલે આપણા ગુજરાતીની જેમ લાગણી દુભાતાં વાર ન લાગે...” (વિષ્ણુની ફેક્ટ (વાર્તા) / બિપિન પટેલ) ** બાર વરસની ગણગારી ગૂજરી, સવા વરસનો પરણ્યો, રે હવે કેમ રે’વાશે! દળવા બેસું તો પીટ્યો બાજરો રે માગે, પાટલી એક એને મારું, હૈયામાં વાગે રે હવે કેમ રે’વાશે! (બાર વરસની ગણગારી / નીલેશ પંડ્યા)