Famous Gujarati Children Stories on Bajaar | RekhtaGujarati

બજાર પર બાળવાર્તાઓ

હાટ. ઘરગથ્થુ ચીજ વસ્તુઓ

વેચતી દુકાનવાળો વિસ્તાર. આ થયો વાચ્યાર્થ. વ્યંગ્ય કે ઉપાલંભમાં આખી દુનિયાને ‘બજાર’ કહેવાય છે. જેમ બજારમાં વ્યવસાય થાય છે અને દરેક વસ્તુ પૈસા ચૂકવતાં મળે છે એ રીતે દુનિયાના લોકો એટલા સ્વાર્થી થઈ ગયા છે કે પૈસા માટે પ્રામાણિકતા અને આત્મસન્માન પણ વેચી દે છે એ અર્થમાં. કવિ કબીરનો હિન્દી દોહો ગુજરાતી ભાષામાં પણ જાણીતો છે : ‘કબીરા ખડા બાજાર મેં માંગે સબ કિ ખેર, ન કિસી સે દોસ્તી, ન કિસી સે બૈર.’ ‘બજાર’ શબ્દ પરથી ‘બજારભાવ’ અને ‘બજારુ’ શબ્દ બન્યા છે. વેપારીઓ માટે ‘બજારમાં સાખ’ એ નાજુક મુદ્દો ગણાય છે. દેહનો વ્યવસાય કરનાર સ્ત્રીને ‘બજારુ સ્ત્રી’ કહેવાય છે. બજારમાંથી ખરીદી એ રોજિંદા જીવનની આવશ્યકતા હોવાથી જીવન સાથે જોડાયેલ આ પ્રવૃત્તિ વિષે સાહિત્યમાં પણ વિવિધ રીતે એના ઉલ્લેખ થતાં રહે છે. કેટલાંક કાવ્યના અંશ જોઈએ : તજી ગયા ઘરબાર સુજન સહુ, શી સોભા હવે નગરીની? દેવાલયમાં દીપક ઝાંખા, બજાર તંગી વકરીની. સૂની શેરીઓ, હાટ, હવેલી, ચૌકી, ચૌટાં પચરંગી, રાત પડે રંગીલા લાલા, જાગે દારુડિયા ભંગી. (સુરતી લાલા સ્હેલાણી / બેહેરામજી મેરવાનજી મલબારી ) ** ત્રીજી તે વાર મારા ગુરુએ પોંખી તે નોખા પઢાવેલા પાઠો જગતને જોવાની જુદેરી આંખોથી ઊકલવા લાગેલી ગાંઠો નવા નક્કોરિયા ઓઢણ પહેરીને હું તો નીસરી પડી રે બજાર... સખીરી! હું તો પોંખાઈ પાંચ પાંચ વાર... (હું તો પોંખાઈ પાંચ પાંચ વાર.../ ગાયત્રી ભટ્ટ) ** બોરાં લઈ બેઠો છું બજારમાં ગામ નાનું માણસ ઝાઝું તે બોરીઓ ભરી ભરીને ઠલવાયાં છે બોર ખચોખચ સૂંડલાઓમાં બોલે છે તે બોર વેચે છે બૂમો પાડે તે વધુ બોર વેચે છે ગાઈ-વજાડી ગાજે તે ટપોટપ બોર વેચે છે (બજારમાં / કમલ વોરા)

.....વધુ વાંચો

બાળવાર્તા(3)