રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
એક દિવસ સુંદરવનનો પ્રેસિડેન્ટ લવલી લાયન દરબાર ભરીને બેઠો હતો. બધાં પ્રાણીઓ તેની વાહ વાહ કરતાં હતાં અને ધમાલ-મસ્તી ચાલતી હતી. એવામાં અચાનક એક રીંછ આવી ચડયું. રીંછે તો લવલી લાયન તથા બધા દરબારીઓને નમસ્કાર કર્યા અને એક પગે ઊભું રહીને નાચવા લાગ્યું.