રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅતિવાસ્તવ પર અછાંદસ
અતિવાસ્તવવાદ એ કલા માટેની
સાંસ્કૃતિક ચળવળ છે, જે પ્રથમ વિશ્વયુદ્ધ પછી યુરોપમાં વિકસિત થઈ હતી. જેમાં કલાકારોએ અચેતન મનને પોતાની અભિવ્યક્તિમાં રજૂ કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. જે ઘણીવાર અતાર્કિક અથવા સ્વપ્ન જેવા દૃશ્યો અને વિચારોના નિરૂપણમાં પરિણમે છે. આ સંજ્ઞા મુખ્યત્વે કળાની અભિવ્યક્તિ માટે વપરાય છે. કલાની પ્રસ્તુતિમાં તેની રજૂઆત કઈ રીતે થાય છે એની વિવિધ રીતોમાં એક વાસ્તવિક શૈલી છે. કલાકારે કે સાહિત્યકારે જ્યારે વાસ્તવને વધુ અસરકારક રીતે દર્શાવવું હોય, અધોરેખિત કરવું હોય કે વાસ્તવના માનસિક, ચૈતસિક પ્રતિક્રિયા અને તરંગો દર્શાવવા હોય ત્યારે કૃતિની રજૂઆતમાં અસહજ કે સ્વપ્નિલ અથવા તરંગી લાગતી બાબતનો ઉપયોગ થતો હોય છે. ઉદાહરણ તરીકે સાલ્વાડોર ડાલીના ચિત્રો. તેમના ચિત્રોમાં સમયના પ્રતિક તરીકે તમે ઘડિયાળ થાકીને ઢળી પડી હોય એવી રજૂઆત જોશો અથવા લાભશંકર ઠાકરની કવિતામાં ‘અવાજને ખોદી શકાતો નથી...’ જેવી અભિવ્યક્તિ કે કાફકાની વાર્તામાં પાત્રનું જીવડામાં રૂપાંતરિત થવું. બીજા શબ્દોમાં વાસ્તવિક સ્થિતિના ઊંડાણને કે વ્યાપને અથવા વાસ્તવની મહત્તમ અસરને રજૂ કરવાના પ્રયાસમાં બિનપારંપરિક તત્ત્વોનો ઉપયોગ કરવો.