રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅંધશ્રદ્ધા પર છપ્પા
આંધળી, દૃષ્ટિહીન સમજણ.
વિવેક વગરનો વિશ્વાસ. તર્કસંગત ન હોય તેવી, વિચાર અને વર્તનમાં પ્રગટ થતી માન્યતા. અદૃશ્ય બળો, જાદુ, મેલી વિદ્યા, શુકન-અપશુકન, બૂરી નજર, ભૂત વગેરે વિશેની શ્રદ્ધા. અંધશ્રદ્ધાને ધાર્મિક, સાંસ્કૃતિક અને વ્યક્તિગત એમ ત્રણ રીતે વર્ગીકૃત કરી શકાય. દેખીતા કે સમજી શકાય એવા કારણ વિના કશુંક માની લેવું કે વર્તન કરવું એ અંધશ્રદ્ધા છે. કોઈ પણ વિષયમાં આંધળી શ્રદ્ધા રાખવી. સાહિત્યમાં કોઈ પાત્ર પર મૂકાતાં આંધળાં વિશ્વાસને અંધશ્રદ્ધા તરીકે રજૂ કરવામાં આવતું હોય છે.