અંધાનુકરણ પર અછાંદસ
યોગ્ય – અયોગ્યની ચકાસણી
કર્યા વિના અનુકરણ કરવું. અંધ વ્યક્તિ જેમ જોઈ નથી શકતી તેમ, ઔચિત્ય છે કે નહીં તે જોયા વિના અનુકરણ કરવાની વૃત્તિને કારણે અહીં અનુકરણને અંધ ઉપસર્ગ જોડ્યો છે. જેમકે રમણલાલ નીલકંઠની નવલકથા ‘ભદ્રંભદ્ર’નો નાયક ભદ્રંભદ્ર હિન્દુ શાસ્ત્રોની વાતોનું આંધળું અનુકરણ કરી યવન ભાષા અને અંગ્રેજી ભાષાનો વિરોધ કરી રેલવે ટ્રેનને ‘અગ્નિરથ ચક્ર’ જેવા શબ્દો રચી પોતાની વાત મૂકે છે.