અમેરિકા પર અછાંદસ
સામાન્ય રીતે યુનાઈટેડ
સ્ટેટ્સ (USA) અથવા અમેરિકા તરીકે ઓળખાય છે. આ દેશ ૫૦ રાજ્યોનો સંઘ છે. વિશ્વનો ત્રીજો સૌથી મોટો ભૂમિ વિસ્તાર આ દેશ ધરાવે છે અને વિશ્વમાં બીજા ક્રમે સૌથી મોટું આર્થિક ક્ષેત્ર અને ત્રીજા ક્રમે સૌથી મોટી વસ્તી ધરાવે છે. આ ઉપરાંત અમેરિકાના ‘જગત જમાદાર’ હોવાની છાપ કે ‘સ્વતંત્ર અભિવ્યક્તિનો પુરસ્કર્તા દેશ’ હોવાની છાપ કે એ સિવાયની જુદા જુદા સમયમાં રૂઢ થયેલી જુદી જુદી સામાજિક કે રાજકીય છાપના સંદર્ભ કવિતા કે સાહિત્યની રચનાઓમાં ઝીલાવાના. ગુજરાતી પ્રજાનો એક મોટો હિસ્સો અમેરિકા વસ્યો છે એમની રચનાઓમાં રજૂ થતાં વતન વિરહમાં યજમાન દેશ તરીકે અમેરિકા સાવ જુદાં અંતિમે હોવાનું. જેમ કે અમેરિકા વસતાં પન્ના નાયકની કવિતાઓમાં આવતું અમેરિકા : “...દર શનિવારનું ritual સુપર માર્કેટમાં ગ્રોસરીની ખરીદી – કેવું સારું! કશુંય પૂછવા–ગાછવાનું નહીં! આંખ અને હાથ રમ્યા કરે shelves પરની વસ્તુઓ પર સ્ટૅમ્પ થઈ ગયેલા આંકડાઓ સાથે મૂંગી મૂંગી રમત…! એરકન્ડિશન્ડ અને પ્લાસ્ટિક : બેવડા કવરમાં સચવાઈ પડેલાં ફળો ને શાકભાજી વીનવે છે સૌને બહાર લઈ જવા! માનવસંપર્કમાંથી સાવ વિખૂટી ગાયો કણસે છે, માથા વિનાનાં લટકે છે બકરાં, ઘેટાં અને સંભળાય છે ત્રાસની ચીસ “disjointed chicken in family size”માં…! હૃષ્ટપુષ્ટ ગાયોનું દૂધ ખડકાયું છે...”