Famous Gujarati Ghazals on Amdavad | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અમદાવાદ પર ગઝલો

ગુજરાત રાજ્યનું સૌથી

મોટું અને વસ્તી પ્રમાણે ભારતનું પાંચમા ક્રમનું શહેર. સાબરમતી નદીના કિનારે વસેલું છે અને ૧૯૬૦થી ૧૯૭૧ સુધી ગુજરાત રાજ્યનું પાટનગર રહી ચૂક્યું છે. સાહિત્યિક કૃતિમાં જ્યારે કોઈ શહેર આવે ત્યારે એ ઐતિહાસિક કે ભૌગોલિક સંદર્ભથી વધુ રચનકારના અંગત સંવેદન અને જે–તે રચનાકારની પોતાના શહેર પાસેની અપેક્ષાઓ, કે અપેક્ષાભંગથી નિપજેલ હતાશાની અભિવ્યક્તિ તરીકે હોવાની શક્યતા વધુ. દાખલા તરીકે મણિલાલ દેસાઈએ અમદાવાદ વિષયક સુંદર કવિતા લખી છે. એમાંથી એક અંશ : ‘...સાબરમતીનો આશ્રમ ગાંધીએ માછલાં પકડવા નહોતો બનાવ્યો. કે ઘાટ પર નાહવા આવતી અમદાવાદણો સાથે કનૈયાગીરી પણ નહોતી કરવી, એને તો સાઇકલરિક્ષા ચલાવનાર અહમદશાહને ઑટોરિક્ષા અપાવવી હતી. પણ આ અમદાવાદ બળવંતરાય મહેતાની મોટરના પાટા પર થૂંકવામાંથી, અને ઇન્દુલાલ યાજ્ઞિકની ટોપીમાં માથું મૂકવામાંથી જ ઉપર નથી આવતું. કાલે – સરખેજની કબરમાં અહમદશાહનો ઘોડો હણહણ્યો હતો. આવતી કાલે – આદમ મારે બારણે ટકોરો મારી પૂછશે કે ‘મેં આપેલી પેલી લાગણીઓનું શું?’ ત્યારે હું, લાલ દરવાજે એક પૈસામાં ‘બૂટપૉલિશ’ કરી આપવા તૈયાર થયેલા છોકરાની આંગળી પકડી, અમદાવાદમાંથી નાસી છૂટીશ.’

.....વધુ વાંચો