Famous Gujarati Geet on Adhyatma | RekhtaGujarati

અધ્યાત્મ પર ગીત

આ શબ્દની સંધિ છૂટી પાડીએ

તો અધિ + આત્મા. અધિ એટલે અધિક. અહીં આત્માના વિસ્તાર તરીકે લેવાશે. આત્મા પરમાત્માને લગતું તત્ત્વ. આત્મા સંબંધી વિચાર કે ક્રિયા, બ્રહ્મજ્ઞાન. આત્મભાન. સંસ્કૃતમાં અધ્યાત્મ શબ્દની વિશિષ્ટ વ્યાખ્યા કરતાં જણાવાયું છે : ‘આત્માનિ અધિ ઇતિ અધ્યાત્મ' – જેનો સામાન્ય અર્થ એવો થાય કે જે આત્માને અનુકૂળ હોય તે ‘આધ્યાત્મિક’ કહેવાય. ભગવદ્ ગીતામાં અધ્યાત્મ વિશે જણાવતાં લખ્યું છે : ‘અક્ષર બ્રહ્મ પરમં સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે’ – જે નાશવંત નથી તેવું અક્ષર તત્ત્વ બ્રહ્મ છે અને એવા સનાતન બ્રહ્મના સ્વભાવને ‘અધ્યાત્મ’ કહે છે. આમ આત્માને અનુકૂળ, આત્માને અનુલક્ષીને થતી પ્રવૃત્તિ આધ્યાત્મિક કહી છે. ઈશ્વર ન હોય એમ પણ બને એ સંકલ્પના આધુનિક કાળમાં પ્રચલિત થવા માંડી છે ત્યારે અધ્યાત્મને ઈશ્વરના અસ્તિત્વ સિવાય તપાસવાનો ઉપક્રમ પણ થાય છે.

.....વધુ વાંચો