આશા પર ગીત
ઉમેદ, ઇચ્છા, ધારણા.
વિચારી શકનાર જ આશા કે નિરાશા અનુભવી શકે, પણ કળાક્ષેત્રે જુદા નિયમો લાગુ પડે છે. લેખક કે કવિ પરિસ્થિતિની ધાર ઉપસાવવા માટે કે કૃતિના પાત્રની મનોસ્થિતિ સ્પષ્ટ કરવા ઉપસ્થિતિ કોઈ પણ સજીવ કે નિર્જીવ પાત્રમાં સજીવારોપણ અલંકારનો ઉપયોગ કરી ‘નદી પણ જાણે આશા પૂરી થવાની પ્રતીક્ષામાં હતી’ કે ‘ડુંગરની ટોચ આશાભરી લહેરખી અનુભવી રહ્યા’ જેવો વાક્યપ્રયોગ કરે છે.