Famous Gujarati Nazms on Aakashganga | RekhtaGujarati

આકાશગંગા પર નઝમ

સ્વચ્છ હવામાન હોય ત્યારે

રાત્રીના સમય દરમિયાન આકાશમાં જોતાં દૂધિયા રંગનો એક ઝાંખો પટ્ટો જોવા મળે છે, જેને ‘આકાશગંગા’ કહેવામાં આવે છે. આ એક તારાપુંજ છે, જેમાં પૃથ્વી સહિત આખા સૂર્યમંડળનો સમાવેશ થાય છે. આપણી આકાશગંગાનું બીજું નામ ‘મંદાકિની’ (દૂધગંગા) છે. કેમકે રાતે આખા આકાશને ચીરીને જતો અનેક ચાંદરણીઓથી ભરપૂર ધાબાં ધાબાં જેવો દેખાતો લાંબો સફેદ ચળકતો નદી જેવો પટ્ટો, જે નદી જેવો લાગતો હોવાથી તેને ‘આકાશગંગા’ કહેવામાં આવે છે. રાત્રી અને આકાશના સૌંદર્ય વર્ણવવા આકાશગંગાનો ઉલ્લેખ થાય જ છે. ઉપરાંત, આકાશગંગાના ઉજળાપણાને કારણે શુભ અને આકર્ષક પ્રવાહ માટે પણ આકાશગંગાનો ઉલ્લેખ થતો હોય છે.

.....વધુ વાંચો