રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆકાશ પર બાળવાર્તાઓ
ભૌતિક દૃષ્ટિએ જોઈએ તો
પૃથ્વીની ચારે તરફનો વિસ્તાર. પૃથ્વીથી અંતરના ફેરફાર અનુસાર વાતાવરણ બદલાય અને અમુક અંતરે હવાના દબાણ તથા અન્ય રાસાયણિક પ્રક્રિયાને કારણે વાદળ સર્જાય. આ વાદળાઓ જે વિસ્તારમાં રહે છે એ આકાશ. અવકાશ ગંગાના સૂર્ય, ચંદ્ર અને અન્ય તારાઓ આપણે આકાશમાં જોઈએ છીએ. આમ, આકાશ સાથે ખુલ્લાપણું અને અસીમ હોવું જોડાઈ ગયું છે. તેથી સાહિત્યિક પ્રસ્તુતિમાં મોકળાશની વાત હોય તો ‘આકાશ મળી ગયું’ જેવા વિશેષણ સાથે વાત કહેવાય છે. આકાશમાં દેખાતા સૂર્ય, ચંદ્ર, તારા ઇત્યાદિ પૃથ્વીથી જોતાં ઊંચે કે ઉપર જણાય છે તેથી કોઈની પ્રગતિ કે સારા સમયને ઊંચે જવાના અર્થમાં ‘આકાશે ઉડવા માંડ્યો’ જેવી ઉપમા અપાય છે. ઈશ્વરને આપણે ભાવનાત્મક રીતે આદરપૂર્વક ‘ઊંચા’ સ્થાને સ્થાપીએ છીએ, માટે વ્યક્તિ અસહાય હોય ત્યારે ઉમેદ સાથે અથવા કૃતજ્ઞ હોય ત્યારે આભારવશ ઈશ્વરને જોવા કે સંબોધવા આકાશ તરફ જુએ છે. આમ ઊંચાઈ, મોકળાશ, ઈશ્વરીય અને કુદરતના મહત્ત્વના તત્ત્વ તરીકે આકાશના સંદર્ભો વિવિધ રીતે કૃતિઓમાં રજૂ થતાં હોય છે.
બાળવાર્તા(5)
-
દૂધની ધારનું સંગીત
આદમ વહેલી સવારે ઊઠી ગયો. હજી ચાર નહોતા વાગ્યા. આકાશ ખૂબ સુંદર હતું. ભૂરા આકાશમાં સોનેરી તારાઓ ઝગમગતા હતા. કોઈક તારાઓ લાલ-સોનેરી હતા. એક તારો ઘણો મોટો હતો. જાણે હમણાં નજીક આવી જશે. જાણે હમણાં વાતો કરવા લાગશે. એ તારો આંખ મિચકારતો હતો. તારામાં
-
માફ કરવાની મજા
સૂરજદાદા આકાશમાં ધીમેધીમે આગળ વધતા હતા. ચારે તરફ સૂરજદાદાનો સોનેરી પ્રકાશ પથરાતો જતો હતો. સવારનો સમય હતો. મંદમંદ શીતળ પવન વાતો હતો. ચન્ની ખિસકોલી અત્યાર સુધી ઊંઘતી હતી. અચાનક પંખીઓના મીઠા કલશોરે જાગી ગઈ. અહોહો! સૂરજદાદા આકાશમાં આવી ગયા અને હજુ હું
-
મોંઘા મોતીની ચોરી
આભમાં મોટાં મોટાં વાદળો અને નાની નાની વાદળીઓ દોડાદોડ કરે અને પકડદાવ રમે. એ જોઈને તારલાઓ ખૂબ હરખાય. તો વળી પેલા ચાંદામામા હસે ગાલમાં. વ્હાલ વરસાવતાં એ બોલી ઊઠે, ‘વાદળીઓ... તમને ખબર છે આભલામાં મોંઘા મોતી છે તે. તમે એ જોયાં છે?’ ‘ના રે