રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆગ પર અછાંદસ
અગ્નિ. જ્વાળા. વ્યવહાર
અને સાહિત્યની ભાષામાં આગ દ્વારા બરબાદી સૂચવાતી હોય છે : ‘...અને પછી એની કારકિર્દીને આગ લાગી ગઈ.’ ક્રોધની પરાકાષ્ઠા માટે પણ આ શબ્દ વપરાય છે : ‘...આરોપ સાંભળતા જ એને જાણે આગ લાગી ગઈ.’ અસહ્ય દુઃખ માટે પણ ‘આગ’ શબ્દનો ઉપયોગ થાય છે : ‘એની આંખમાં આંસુ હતા અને હૃદય આગમાં બળતું હતું.’ ઈર્ષ્યાના મોટા પ્રમાણ માટે ‘ઈર્ષ્યાથી સળગી ઊઠવું’ કહેવાય છે. આમ શબ્દશઃ બળવાની ક્રિયા ઉપરાંત આત્યંતિક દુઃખ, નુકસાન અને ઈર્ષ્યા માટે આગ વિશેષણ તરીકે ચલણમાં છે.