રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆઘાત પર કથા-કાવ્ય
સીધો અર્થ કોઈ પણ પ્રકારનો
પ્રહાર કે માર જેની શારીરિક અસર થાય કે પછી એવી કોઈ આંચકાદાયક ઘટના જેની માનસિક અસર પડે. આ અસર પ્રગટપણે જણાય એવી પણ હોય અને અત્યંત અપ્રગટ રહે એવી પણ હોઈ શકે. પોતાના મૃત્યુની કલ્પનાના એક કાવ્યમાં રમેશ પારેખે લખ્યું છે : ‘ઝાડપાન આઘાત લાગવાના દેખાવમાં ઊભાં છે.’ અને પથિક પરમારનો શેર છે : ‘ધર્મ કયો છે? તેની સામે અંતરનો આઘાત લખું છું’ અહીં આ બંને ઉદાહરણોમાં આપણે જોઈ શકીએ છીએ કે ‘આઘાત’ના રૂઢ અર્થને પાર જઈ વાત મૂકવામાં આવી છે. શબ્દશઃ પ્રહાર ઉપરાંત કોઈનું આગમન, કોઈ વાત કે કોઈ ઘટના પણ આઘાત આપી શકે. આંચકાદાયક અનુભવના પરિપ્રેક્ષ્યમાં સાહિત્યકાર રજૂઆત કરી શકે.