રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆગમન પર ગઝલો
આવો – પધારો એમ કહેવું
તે, સ્વાગત, આદર સાથે આવવા જણાવવું. આ કોઈને સત્કારવું એ ક્રિયા સાહિત્યમાં વિવિધ રૂપ લઈ શકે. મરીઝ જ્યારે કહે છે કે, ‘પીઠામાં મારું માન સતત હાજરીથી છે, મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે!’ ત્યારે આવકાર સંજ્ઞાનો અર્થ બદલાઈ જાય છે. મસ્જિદ તો પ્રાર્થના કરવાનું સ્થળ છે. સામાજિક ઘરોબા કે મિલનની જગ્યા નથી કે જ્યાં ‘આવ-ભગત’ની અપેક્ષા હોય! મરીઝ અહીં પ્રસિદ્ધ સંસ્કૃત શ્લોક अतिपरिचयादवज्ञाનો અર્થ વિસ્તાર કરે છે, જેનો અર્થ થાય છે કે, અતિ પરિચય ઉપેક્ષાનું કારણ બની શકે. – મસ્જિદ એવી એક ઔપચારિક જગ્યા છે જ્યાં આમ બની શકે જ્યારે શરાબનું પીઠું દુન્યવી ઔપચારિક્તાથી પર છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે, ‘આવકાર’ શબ્દ એના શબ્દકોશના અર્થને અતિક્રમી કશુંક સૂચવે છે.