રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆદમ પર ગઝલો
ખ્રિસ્તી, મુસલમાન અને
યહુદીના ધર્મપુસ્તકમાં જણાવ્યા પ્રમાણે આ દુનિયામાં પહેલો થયેલો પુરુષ; આદિપુરુષ; સૃષ્ટિમાં સૌથી પહેલા જન્મેલ પુરુષ. આ શબ્દ “અદીમુલઅર્જ” ને “ઉદમત” એ બે શબ્દો પરથી થયો છે. પહેલાનો અર્થ ‘માટીથી બનેલો’ ને બીજાનો અર્થ ‘ઘઉંવર્ણો’ થાય છે. હઝરત આદમ માટીથી બનેલા હતા. વળી તેમનો રંગ ઘઉં જેવો હતો. આદમથી પ્રેરિત અન્ય શબ્દો : બાવા આદમ : પ્રથમ મનુષ્ય, ઘરડો માણસ. બાવા આદમના વખતમાં : સૃષ્ટિની શરૂઆતમાં, ઘણા જૂના વખતમાં. આદમ ઉપરથી ઘણી વસ્તુ અને જગ્યાઓનાં નામ પડ્યાં છે. ગળા ઉપરના નળગોટાને ‘આદમ્સ એપલ’ કહેવાય છે. કમળને મળતા એક ફુલવાળા છોડને ‘આદમ્સ નીડલ’ કહે છે. હિંદ અને લંકા વચ્ચે ખડક અને રેતીનો સાંકડો રસ્તો ‘આદમનો પુલ’ કહેવાય છે. તે સત્તર માઈલ લાંબો છે અને ભરતી વખતે પાણીમાં ઢંકાઈ જાય છે. લંકામાં આદમનું ‘પીક’ નામનું શિખર છે. તેના ઉપર મોટા પગની છાપ દેખાય છે અને એમ મનાય છે કે તેના ઉપર આદમ (પ્રથમ પુરુષ) ઘણાં વર્ષ ઊભો રહ્યો હતો. કેટલાંક એમ પણ માને છે કે તે નિશાની બુદ્ધ ભગવાનની છે. મનુષ્યોનો શિકાર કરવાની જેને આદત પડી ગઈ હોય એવા હિંસક પશુને ‘આદમખોર’ કહે છે. ‘આદમી’ શબ્દ પણ ‘આદમ’ પરથી બન્યો છે. આમ, માણસાઈ, સૃષ્ટિ અને માણસ તરીકેની વાતમાં સ્વાભાવિક રીતે જ ‘આદમ’ સંજ્ઞાપ્રેરિત અનેક વિશેષણનો ઉપયોગ થતો હોય છે. જેમકે સુરેશ બારીયાની કાવ્યપંક્તિ છે : હું જન્મીશ આદમ તરીકે ને તું જન્મ લેજે ઇવ તરીકે ને પછી આપણે રચીશું સૃષ્ટિ. મણિલાલ દેસાઈની કવિતામાં આ પ્રમાણે ઉલ્લેખ આવે છે : આવતી કાલે – આદમ મારે બારણે ટકોરો મારી પૂછશે કે ‘મેં આપેલી પેલી લાગણીઓનું શું?’ ત્યારે હું, લાલ દરવાજે એક પૈસામાં ‘બૂટપૉલિશ’ કરી આપવા તૈયાર થયેલા છોકરાની આંગળી પકડી, અમદાવાદમાંથી નાસી છૂટીશ.