રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅહીં ઊભો ખાલી, નજર નભમાં ખાલી ફરતી
જતાં ટોળે લોકો પર ઉપરથી સાંજ સરતી;
યુવા સ્ત્રીની છાતી, તગતગત બરડો વસી જતો,
રૂંવે રૂંવે અબ્ધિ ઘડીક ઘૂઘવીને શમી જતો.
છૂટ્યાં શાળાએથી ગભરુ, શિશુ કિલ્લોલ કરતાં,
હવામાં ફંગોળી દફતર, શીખ્યાં પંક્તિ નવલી
ભીડી અંગુલિઓ હસી ભમી ધીરે ઘેર ધપતાં
મૂકી મારે હૈયે ગહન સુખની એક બદરી.
ભરી આંખો-માંહી વરસ શત-ઓછાં જરી નહીં
જતા વૃદ્ધે કાઢી ભીડ મહીં નીચી આંખ નમવી
જૂની એનાથીયે ઘડી મહીં જુએ કાળ સરક્યો
ગયા લોકો વાંસે જરઠ પગલે એ ભળી ગયો.
ગયો સૂર્યે સ્નેહે પથ ઉપરને છેલ્લું અડકી
હુંયે સંગે ચાલ્યો નજર મહીં આખું નભ લઈ.
ahin ubho khali, najar nabhman khali pharti
jatan tole loko par uparthi sanj sarti;
yuwa strini chhati, tagatgat barDo wasi jato,
runwe runwe abdhi ghaDik ghughwine shami jato
chhutyan shalayethi gabharu, shishu killol kartan,
hawaman phangoli daphtar, shikhyan pankti nawli
bhiDi angulio hasi bhami dhire gher dhaptan
muki mare haiye gahan sukhni ek badri
bhari ankho manhi waras shat ochhan jari nahin
jata wriddhe kaDhi bheeD mahin nichi aankh namwi
juni enathiye ghaDi mahin jue kal sarakyo
gaya loko wanse jarath pagle e bhali gayo
gayo surye snehe path uparne chhellun aDki
hunye sange chalyo najar mahin akhun nabh lai

સ્રોત
- પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 73)
- સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
- વર્ષ : 2000