રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોરજાઓ દિવાળી તણી થઈ પૂરી, ને ઘરમહીં
દહાડાઓ કેરી સ્ખલિત થઇ શાંતિ પ્રથમની,
વસેલાં ધંધાર્થે દૂરસુદૂર સંતાન નિજનાં
જવાનાં કાલે તો, જનકજનની ને ઘરતણાં
સદાનાં ગંગામાસ્વરૂપ ઘરડાં ફોઈ, સહુએ
લખાયેલો કર્મે વિરલ મિલન તે રજનીએ
નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા,
ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયાં;
સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઊપડ્યા,
ગઇ અર્ધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું,
બપોરે બે ભાઈ અવર ઊપડ્યા લેઈ નિજની
નવોઢા ભાર્યાઓ પ્રિયવચનમંદસ્મિતવતી;
વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ,
ગૃહવ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે.
(ર૮-૧૧-૪૩)
rajao diwali tani thai puri, ne gharamhin
dahaDao keri skhalit thai shanti prathamni,
waselan dhandharthe durasudur santan nijnan
jawanan kale to, janakajanni ne gharatnan
sadanan gangamaswrup gharDan phoi, sahue
lakhayelo karme wiral milan te rajniye
nihalyo sau wachche niyat kari betho nij jaga,
uwekhi ene sau jarath wali wate sui gayan;
saware bhabhinun bharyun ghar lai bhai upaDya,
gai ardhi wasti, ghar thai gayun shant saghalun,
bapore be bhai awar upaDya lei nijni
nawoDha bharyao priyawachanmandasmitawti;
walawi ba aawi nij sakal santan krmash,
grihawyapi joyo wirah, paDi besi pagathiye
(ra8 11 43)

સ્રોત
- પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 42)
- સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
- વર્ષ : 2000