mor galakya! - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મોર ગળક્યા!

mor galakya!

દેવજી રા. મોઢા દેવજી રા. મોઢા
મોર ગળક્યા!
દેવજી રા. મોઢા

—અને આલેખેલા ભીંત ઉપરના મોર ગળક્યા!

હતો ગોરંભાયો નભ મહીં અષાઢી ઘન, અને

થતા ઈશાને વીજળી-ઝબકારા ઘડી ઘડી;

ભરાતી મા-પાંખે ભયભીત બની ગાજવીજથી;

અમોને યાદા'વ્યું બચપણુ અમારી દીકરીનું!

હજી થોડાં વર્ષો ઉપર ચણિયા-ઓઢણી થકી

સજી અંગો રહેતી ઘરઘર ઘૂમી ગામભરનાં;

ન'તું જગ્યું એમાં હજી દિન દશા ભાન, તહીં તો

દીધી વોળાવી યે અગન સહુ હૈયે કઠણ થૈ!

ફરી આજે એવા ઘન નભ ચડયો, વીજ ઝળકી

ફરીથી એની એ, પણ ડરી જઈ ગાજવીજથી,

ભરાતી મા–પાંખે ન'તી અમ સુતા આજ અહીં, ને

અમારી આખોમાં વિરહ–સ્મૃતિનાં નીર સળક્યાં

—અને એણે દોર્યા ભીંત ઉપરના મોર ગળક્યા!

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય - 3 (પૃષ્ઠ ક્રમાંક 31)
  • સંપાદક : રમણલાલ જોશી, જયન્ત પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981