રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોબેઠી ખાટે ફરિવળિ બધે મેડિયો ઓરડામાં,
દીઠાં હેતે સ્મૃતિપડ બધાં ઊકલ્યાં આપ રૂડાં.
માડી મીઠી, સ્મિત મધુર ને ભવ્ય મૂર્તી પિતાજી,
દાદી વાંકી રસિક કરતી ગોષ્ઠિથી બાળ રાજી;
સૂનાં સ્થાનો સજિવન થયાં, સાંભળૂ કંઠ જૂના,
આચારો કૈં વિવિધ ઢબના નેત્ર ઠારે સહૂનાં
ભાંડૂ ન્હાનાં, શિશુસમયનાં ખટમિઠાં સોબતીઓ
જ્યાં ત્યાં આવી વય બદલ સંતાય જાણે પરીઓ.
તોયે એ સૌ સ્મૃતિછબિ વિશે વ્યાપિ લે ચક્ષુ ઘેરી,
ન્હાની મોટી બહુરુપિ થતી એક મૂર્તી અનેરી:
ચૉરીથી આ દિવસ સુધિમાં એવિ જામી કલેજે
કે કૌમારે પણ મુજ સરે બાળવેશે સહેજે!
બેસી ખાટે પિયરઘરમાં ઝિંદગી જોઇ સારી
ત્યારે જાણી અનહદ ગતિ, નાથ મારા, ત્હમારી. ૧૪
bethi khate phariwali badhe meDiyo orDaman,
dithan hete smritipaD badhan ukalyan aap ruDan
maDi mithi, smit madhur ne bhawya murti pitaji,
dadi wanki rasik karti goshthithi baal raji;
sunan sthano sajiwan thayan, sambhlu kanth juna,
acharo kain wiwidh Dhabna netr thare sahunan
bhanDu nhanan, shishusamaynan khatamithan sobtio
jyan tyan aawi way badal santay jane pario
toye e sau smritichhabi wishe wyapi le chakshu gheri,
nhani moti bahurupi thati ek murti anerih
chaurithi aa diwas sudhiman ewi jami kaleje
ke kaumare pan muj sare balweshe saheje!
besi khate piyaragharman jhindgi joi sari
tyare jani anhad gati, nath mara, thmari 14

સ્રોત
- પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 4)
- સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
- વર્ષ : 2000