(શિખરિણી)
મને જોતાં તારું ઉર અનુભવે સ્પંદન, સખિ!
અચિંત્યું; મારાથી લગીર પણ તું જ્યાં છુપવવા
મથે ત્યાં, અંગાંગે પ્રતીત સઘળાં એ થઈ જતાં!
રસીલા ઓષ્ઠોએ સ્મિતમધ મીઠું જાય ઊભરી,
અને કંપી ઊઠે શરીર સઘળું સંભ્રમવતું;
મદીલાં તારાં કૈં નયન ઉરનાં બિમ્બ ઝીલતાં
ઊઠે નાચી, કિન્તુ પલકમહીં પાછાં સ્થિર થઈ,
જતાં લજ્જાભારે ધરતીશું જડાઈ બસ ત્યહીં!
ગમે જોવી કાયા લલિત તેજ એ સંભ્રમવતી
મને વારે વારે; મુજ હૃદયની ને શરીરની
સ્થિતિ જો કે તારા સરખી થતી તારા દરશને!
ભલે મારુંતારું મિલન ક્ષણનું, કિન્તુ જગવે
ઉરોર્મિ એવી કે મુજ હૃદયને ઉન્નત કરે!
(shikharini)
mane jotan tarun ur anubhwe spandan, sakhi!
achintyun; marathi lagir pan tun jyan chhupawwa
mathe tyan, angange pratit saghlan e thai jatan!
rasila oshthoe smitmadh mithun jay ubhri,
ane kampi uthe sharir saghalun sambhramawatun;
madilan taran kain nayan urnan bimb jhiltan
uthe nachi, kintu palakamhin pachhan sthir thai,
jatan lajjabhare dhartishun jaDai bas tyheen!
game jowi kaya lalit tej e sambhramawti
mane ware ware; muj hridayni ne sharirni
sthiti jo ke tara sarkhi thati tara darashne!
bhale maruntarun milan kshananun, kintu jagwe
urormi ewi ke muj hridayne unnat kare!

સ્રોત
- પુસ્તક : પ્રત્યૂષ (પૃષ્ઠ ક્રમાંક 8)
- સર્જક : જશભાઈ પટેલ
- પ્રકાશક : ચારુતર પ્રકાશન
- વર્ષ : 2006