kanchuki bandh chhutya ne - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કંચુકી-બંધ છૂટ્યા ને-

kanchuki bandh chhutya ne

પ્રિયકાન્ત મણિયાર પ્રિયકાન્ત મણિયાર
કંચુકી-બંધ છૂટ્યા ને-
પ્રિયકાન્ત મણિયાર

કંચુકી-બંધ છૂટ્યા ને હઠ્યું જ્યાં હીર-ગુંઠન,

હૈયાનાં લોચનો જેવાં દીઠા બે તાહરાં સ્તન.

વૃત્તિઓ પ્રેમની સર્વે કેન્દ્રિત થઈ જ્યાં રહી;

પ્રીતના પક્ષીનો માળો રાતી નીલી નસો મહીં.

અગમ્ય રૂપનાં કિન્તુ ત્વચા તો પારદર્શક,

મનના લોહને મારા ચુંબક જેમ કર્ષક.

દીસંત આમ તો જાણે ઘાટીલી નાની ગાગર,

જાણું છું ત્યાં છૂપા છે શક્તિના સાત સાગર!

મન્મથ-મેઘ ઘેરાતા કાયના વ્યોમમાં લસે,

તારા ત્યાં સ્તનના જાણે મોરલા ગ્હેકી ઊઠશે!

દીઠું મેં એવું એવું કૈં ભાવિ ને ગત કાલની

વસંતો ઊર્મિઓ વેરે સાંપ્રતે હ્યાં વ્હાલની;

કંચુકી-બંધ છૂટ્યા ને–

રહસ્ય-બંધને બાંધ્યો.....

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 159)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004