રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોવસંતે આછેરા પુલક પરશે ચુંબન કર્યું,
પ્રિયા પૃથ્વીએ ત્યાં રૂપછલકતું યૌવન ધર્યું;
છકેલો ઘેલો દક્ષિણ પવન જયાં આતુર ધસ્યો,
મૂકી દૈ લજ્જા ને મૃદુલ કલિનો ઘૂંઘટ ખસ્યો;
અનંગે અર્પેલી અગન નિજ કંઠે અણબૂઝી
લઈ, ડાળે ડાળે વનવન ભમી કોયલ કૂજી;
ઉરોના ઉન્માદે સકલ જનનું મંન મલક્યું,
અહો, આજે જ્યારે મિલનમધુરું ગીત છલક્યું;
તને મેં સ્પર્શી રે જીવનરસની શીય તરસે
વસંતે મ્હોરેલા મુદિત મનના મુગ્ધ પરશે!
અરે, ત્યાં તો તારું મુખ શરમથી તેં નત કર્યું,
ન કીધા શૃંગારો, ગીત પણ નહીં, મૌન જ ધર્યું;
છતાં શી તૃપ્તિ થૈ મુજ તરસની ને મન હસ્યું,
અહો, એવું તારા મધુરતમ મૌને શુંય વસ્યું!?
wasante achhera pulak parshe chumban karyun,
priya prithwiye tyan rupachhalakatun yauwan dharyun;
chhakelo ghelo dakshin pawan jayan aatur dhasyo,
muki dai lajja ne mridul kalino ghunghat khasyo;
anange arpeli agan nij kanthe anbujhi
lai, Dale Dale wanwan bhami koyal kuji;
urona unmade sakal jananun mann malakyun,
aho, aaje jyare milanamadhurun geet chhalakyun;
tane mein sparshi re jiwanarasni sheey tarse
wasante mhorela mudit manna mugdh parshe!
are, tyan to tarun mukh sharamthi ten nat karyun,
na kidha shringaro, geet pan nahin, maun ja dharyun;
chhatan shi tripti thai muj tarasni ne man hasyun,
aho, ewun tara madhurtam maune shunya wasyun!?

સ્રોત
- પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 38)
- સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
- વર્ષ : 2000