રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોતમારાથી સૂના સકળ ભવન મૌન વરસે,
અનામી ખાલીપે કુતૂહલ વધે, યાદ ઉમટે!
તમારા વાસંતી સ્મિતપરિમલોથી ઝલમલ
ચહેરાની રેખા અવ નવ કળાયે; છલબલ
થયાં હૈયાંનાં કો નવલ સ્વરૂપોને પ્રગટતો
અરીસોયે આછાં રજકણ ધરી મૂક બનતો!
ત્રણે પ્હોરે ઝંખી શિશુ સમ મુખે વાછરું ખડાં,
અટૂલા ઓટેથી અચરજ રડી જાય કૂતરાં,
ઝરૂખાની ખાલી પરબ તરસ્યુંથી તરફડે,
બધા ખૂણા જાળે કૃશવત બગાસે વલવલે!
ઉષાઓ સંધ્યાઓ તવ સ્મરણમાં ખંડિત બને,
સગૂઢા સંતાપે તલસન વધે, આરત તપે!
પધારો પાછાં હા, સ્મરણ ઝરતાં, સ્વપ્ન રચતાં
તમારાં ચાહ્યાં સૌ વીંટળઈ જવા ઉત્સુક બન્યાં!
tamarathi suna sakal bhawan maun warse,
anami khalipe kutuhal wadhe, yaad umte!
tamara wasanti smitaparimlothi jhalmal
chaherani rekha aw naw kalaye; chhalbal
thayan haiyannan ko nawal swrupone pragatto
arisoye achhan rajkan dhari mook banto!
trne phore jhankhi shishu sam mukhe wachharun khaDan,
atula otethi achraj raDi jay kutran,
jharukhani khali parab tarasyunthi taraphDe,
badha khuna jale krishwat bagase walwale!
ushao sandhyao taw smaranman khanDit bane,
saguDha santape talsan wadhe, aarat tape!
padharo pachhan ha, smran jhartan, swapn rachtan
tamaran chahyan sau wintali jawa utsuk banyan!

સ્રોત
- પુસ્તક : શાશ્વતી (પૃષ્ઠ ક્રમાંક 13)
- સર્જક : આર. આર. શેઠની કંપની
- પ્રકાશક : માણેકલાલ પટેલ
- વર્ષ : 1981