રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો‘હવે પાછી આવું, દિવસ ઊજળો લેઇ ઊજળું
તમારાં ન્હાનાંનું મુખ મલકતું, મારું ય હસું
હસું...ત્યારે ! ’ ‘ત્યારે સહજીવનના પુદ્ગલ સમુ
હશે સ્વપ્નું કોઈ ઘર ગજવતું આપણી સખી,
અને...’ શબ્દો મારા જ્યમત્યમ દબાવી દરદના
ઉછાળામાં ‘જાઉં’ (કહી ધડકતી છાતી, દડતી
જરી, પાછી આછી ઊઠતી હસી આંખો) સમયના
અજાણ્યા ઓછાયા સહ ગઈ પ્રિયે, તું ઘર થકી!
અને પાછી આવી....(મન દૃઢ કરી) વત્સલ ઘણી
કુણેરી છાતીએ....શિશુ મલપતું? ના – નહીં નહીં;–
સખી, તારા મારા જીવતર તણું દર્દ જીવતું
દબાવી બે હાથે! તનય તનથી, અંક થકી યે
ગુમાવીને! મારું સતત રડતું સ્વપ્ન થઈને
સ્વયં! વ્હાલી મારી, સમય છલનામાં સળગતી!
‘hwe pachhi awun, diwas ujlo lei ujalun
tamaran nhanannun mukh malakatun, marun ya hasun
hasun tyare ! ’ ‘tyare sahjiwanna pudgal samu
hashe swapnun koi ghar gajawatun aapni sakhi,
ane ’ shabdo mara jymatyam dabawi daradna
uchhalaman ‘jaun’ (kahi dhaDakti chhati, daDti
jari, pachhi achhi uthti hasi ankho) samayna
ajanya ochhaya sah gai priye, tun ghar thaki!
ane pachhi aawi (man driDh kari) watsal ghani
kuneri chhatiye shishu malaptun? na – nahin nahin;–
sakhi, tara mara jiwtar tanun dard jiwatun
dabawi be hathe! tanay tanthi, ank thaki ye
gumawine! marun satat raDatun swapn thaine
swyan! whali mari, samay chhalnaman salagti!

સ્રોત
- પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 88)
- સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
- પ્રકાશક : આદર્શ પ્રકાશન
- વર્ષ : 1983