chhellun darshan - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

છેલ્લું દર્શન

chhellun darshan

રામનારાયણ પાઠક 'શેષ' રામનારાયણ પાઠક 'શેષ'

ધમાલ કરો,–જરાય નહિ નેન ભીનાં થશો,-

ઘડી બે ઘડી જે મળી-નયનવારિ થંભો જરા,-

કૃતાર્થ થઇ લો, ફરી નહિ મળે સૌંદર્ય આ,

સદા જગત જે વડે હતું હસન્તું માંગલ્ય કો!

ધમાલ કરો, ધરો બધી સમૃદ્ધિ માંગલ્યની,

ધરો અગરુ દીપ ચંદન ગુલાલ ને કુંકુમ;

ધરો કુસુમ શ્રીફલો, ફરી જીવને થવે.

સુયોગ અણમૂલ સુંદર સુહાગી માંગલ્યનો!

ધમાલ કરો, લો સ્મરણ કાજ ચિહ્ને કશું,

રહ્યું વિકસતું અન્ત સુધી જેહ સૌંદર્ય, તે

અખંડ ભલે રહ્યું, હૃદયસ્થાન તેનું હવે

સંસ્મરણ વા કો સ્વજનયે કદી પૂરશે.

મળ્યાં તુજ સમીપ અગ્નિ! તુજ પાસ જુદાં થિયેં,

કહે, અધિક ભવ્ય મંગલ નથી શું સુંદરી?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 12)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000