કાફે રૉયલનાં હજીય ખખડે પ્યાલા રકાબી છરી
કાંટા કાનમહીં, હજીય રણકે મ્યૂઝિયમતણી ટ્રામના
ઘેરા ઘર્ઘર નાદ (ચક્ર ગતિમાં), આ શ્હેરની કામના
આમંત્રે ફૂટપાથ પે અરવ રહૈ જે મંદ નારી સરી
એને અંગ અસહ્ય વાસ વહતી (ચિત્તે અસંતોષની)
કેવી નાકમહીં હજીય ચચરે, ત્યારે વળી સંપથી
ઍપોલો ફરતાં અનેક યુગલો જોતાં થયા કંપથી
ધ્રૂજે અંગ હજી, દૃગે રીગલની આંજી હજી રોશની:
ત્યાં તો રોષિત સૂર્ય અસ્ત ક્ષિતિજે શો દ્વાર વાસી જતો,
જાણે સ્તબ્ધ થતો થીજે પવન શું, ને અબ્ધિ તો કાચનો,
શૂન્યત્વે સઘળું ડૂબે તિમિરમાં સંસાર આ સાચનો,
રૂંધાતા શ્વસને, મીંચ્યાં નયનથી શો જીવ ત્રાસી જતો,
આખાયે નભવિસ્તર્યા તિમિરનાં રહૌં દ્વારને ઠેલતો,
રે ત્યાં કોણ મને હું’માં, મુજ જગે પાછો જ હડસેલતો?
kaphe rauyalnan hajiy khakhDe pyala rakabi chhari
kanta kanamhin, hajiy ranke myujhiyamatni tramna
ghera gharghar nad (chakr gatiman), aa shherni kamna
amantre phutpath pe araw rahai je mand nari sari
ene ang asahya was wahti (chitte asantoshni)
kewi nakamhin hajiy chachre, tyare wali sampthi
epolo phartan anek yuglo jotan thaya kampthi
dhruje ang haji, drige rigalni aanji haji roshnih
tyan to roshit surya ast kshitije sho dwar wasi jato,
jane stabdh thato thije pawan shun, ne abdhi to kachno,
shunyatwe saghalun Dube timirman sansar aa sachno,
rundhata shwasne, minchyan nayanthi sho jeew trasi jato,
akhaye nabhwistarya timirnan rahaun dwarne thelto,
re tyan kon mane hun’man, muj jage pachho ja haDselto?

સ્રોત
- પુસ્તક : છંદોલય (પૃષ્ઠ ક્રમાંક 171)
- સર્જક : નિરંજન ભગત
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 2008
- આવૃત્તિ : બીજી આવૃત્તિ