kritagya dharun dhool mastak - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કૃતજ્ઞ ધરું ધૂળ મસ્તક

kritagya dharun dhool mastak

નટવર ગાંધી નટવર ગાંધી
કૃતજ્ઞ ધરું ધૂળ મસ્તક
નટવર ગાંધી

પીછાણ ઘણી આછી, જાણ નહીં તોય આવી ચડ્યો,

અકિંચન હું આમ તેમ અથડાઈ આવી પડ્યો,

ઉદાર હૃદયે સ્વીકાર મુજનો કર્યો, ને વળી

કર્યું ભરણ, પૂર્ણ પોષણ કર્યું, દીધું શિક્ષણ,

અહીં દ્વિજ થયો, અને જીવન પાઠ ઝાઝા ભણ્યો,

ઉઘાડી સહુ બારણાં, દઈ બતાડી સીડી કહ્યું

સીમા ગગનની, બંધન કશાં, સહારો ઘણો,

મળ્યું જીવન નવ્ય, કેવી ચરિતાર્થ થૈ જિંદગી!

ગમે ધનિક દેશ આ, પણ વિશેષ આકર્ષણ

ઈમર્સન પ્રબુદ્ધ, લિંકન વિમુક્તિદાતા તણું,

થરોનું, વ્હીટમેન, ટ્વૈન, કવિ એમીલીનું મને;

ભલે ઉર વસે સદા જનમભોમ મા ભારતી,

પરંતુ મન, કર્મ, ધ્યાન, દ્રઢ આત્મના નિશ્ચયે,

કૃતજ્ઞ ધરું ધૂળ મસ્તક અમેરિકાની સદા.

સ્રોત

  • પુસ્તક : અમેરિકા, અમેરિકા (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સર્જક : નટવર ગાંધી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન
  • વર્ષ : 2015