નથી જ થઇ ભૂલ, મોત ખખડાવતું બારણું,
તરાડ તડ તાકતું તડકતું તકાજો કરે,
કહે: દિવસ આ જ, આ જ ઘડી દોડી ઘોડે ચડી
જવું, ખતવણી થતી બધી જ પાપ ને પુણ્યની,
હિસાબ હરિ માગતાં: જીવન આખું શું શું કર્યું?
જમા કદી, ઉધાર, હાર જીતના હવાલા પડે,
ગણે સિલક ચિત્રગુપ્ત ઇહલોકના ચોપડે.
જવું જરૂર કિન્તુ આમ નહિ, ન્યાય ક્યાંનો કહો?
જીવે જન અનેક અર્થહીન, હીન કર્મો કરે,
અને દિવસ રાત હું સતત વ્યસ્ત વિસ્તારમાં
પૂરી ફરજ સૌ કરું, ધરમ ધ્યાન ઝાઝાં કરું,
અવેજ મહીં તેડું આ મરણનું? નહીં આવું, જા,
કનિષ્ઠ તું કસાઈ, ક્રૂર જમડા, તું જલ્લાદ, જા,
દઉં ધમકી ધાક: જો ખબરદાર આવ્યો જ તો!
('મોત ખખડાવતું બારણું' સોનેટમાળામાંથી)
nathi ja thai bhool, mot khakhDawatun baranun,
taraD taD takatun taDakatun takajo kare,
kaheh diwas aa ja, aa ja ghaDi doDi ghoDe chaDi
jawun, khatawni thati badhi ja pap ne punyni,
hisab hari magtanh jiwan akhun shun shun karyun?
jama kadi, udhaar, haar jitna hawala paDe,
gane silak chitragupt ihlokna chopDe
jawun jarur kintu aam nahi, nyay kyanno kaho?
jiwe jan anek arthahin, heen karmo kare,
ane diwas raat hun satat wyast wistarman
puri pharaj sau karun, dharam dhyan jhajhan karun,
awej mahin teDun aa marannun? nahin awun, ja,
kanishth tun kasai, kroor jamDa, tun jallad, ja,
daun dhamki dhakah jo khabardar aawyo ja to!

સ્રોત
- પુસ્તક : અમેરિકા, અમેરિકા (પૃષ્ઠ ક્રમાંક 71)
- સર્જક : નટવર ગાંધી
- પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન
- વર્ષ : 2015