રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅહીં શ્હેરેઃ ઊંચા ઘરમહીં ફરું શાન્ત; હળવે
રહી બારી ખોલી નીરખું ત્યહી ઘોંઘાટ રવના
કરંટે ફેંકાઈ ઊકળી રહું હું ફ્લેટ વચમાં.
પછી અંધારું આ ડીઝલનું બધું ઊતરી પડી
ગળે ટૂંપો દે ત્યાં દૂરથી ઊછળી ગામ પળમાં.
પ્રવેશીને છાંટે તરુતરુની છાયા, પવનનાં
હલેસાંની સાથે વિહગ-ટહુકાનાં ફળ ગળ્યાં
ચખાડે ત્યારે તે પ્રભુતણી હથેલી સમ ઝગી
લહેરાતાં શ્વાસે મઘમઘ બની ખેતર બધાં
ઢળે; ને ધેનુ દૂધની રણકતી ધાર વળગે
સરી આવે માડી નભથી ઝરતી વાદળી સમી
અને લોહીનું ઘી રમતું થઈ જાતું સહજમાં.
—અહીં ઓચિંતી આ જતી ઘડીકમાં લિફ્ટ ખખડી
જતું ઊડી મારા હૃદય પરથી ગામ ફફડી.
ahin shhere uncha gharamhin pharun shant; halwe
rahi bari kholi nirakhun tyhi ghonghat rawna
karante phenkai ukli rahun hun phlet wachman
pachhi andharun aa Dijhalanun badhun utri paDi
gale tumpo de tyan durthi uchhli gam palman
prweshine chhante tarutaruni chhaya, pawannan
halesanni sathe wihag tahukanan phal galyan
chakhaDe tyare te prabhutni hatheli sam jhagi
laheratan shwase maghmagh bani khetar badhan
Dhale; ne dhenu dudhni ranakti dhaar walge
sari aawe maDi nabhthi jharti wadli sami
ane lohinun ghi ramatun thai jatun sahajman
—ahin ochinti aa jati ghaDikman lipht khakhDi
jatun uDi mara hriday parthi gam phaphDi

સ્રોત
- પુસ્તક : કાવ્યસંચય - 3 (પૃષ્ઠ ક્રમાંક 141)
- સંપાદક : રમણલાલ જોશી, જયન્ત પાઠક
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 1981