raat - Sonnet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અને તૂટ્યા રસ્તા, ટપ પરણ થૈને તરુ ખરે,

ખરે તારા, પ્હાડો દડબડ દડે, ને અવ કશું -

નથી જે તે તેને અવર થતું ને નવ થતું.

બનીને અંધારું ઘર પીગળતું, ગામ પીગળે.

પછી રેલો, વ્હોળો, ઝરણ, નદી થૈને દિવસ તો -

વહયો વાંકોચૂકો, ખળખળ, ઉછાળે, કળવળે;

તરે ઝાંખા ઝાંખા સૂરજ પડછાયા ઉદધિમાં

અને ધીમે ધીમે અવનિ પર અંધાર ઊતરે.

હવે અંધારાનો અજગર ફરે ગામ, વનમાં;

હવે અંધારાનું જલ ટપટપે ઘેર, ગલીમાં;

હવે અંધારાનું પવન થઇ વ્હેવું ગગનમાં;

હવે અંધારાનો મગર ગળી જાતો અવનિને.

-પડી. ને ફેંકાઇ જલ થલ હવામાં બધબધે

અને ત્યાંથી બેઠી થઇ હૃદયમાં આગળ વધે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી સૉનેટ (પૃષ્ઠ ક્રમાંક 88)
  • સંપાદક : ડૉ. મણિલાલ હ. પટેલ, ડૉ. દક્ષેશ ઠાકર
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2000