રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોતમે પ્હેલાંવ્હેલાં મુજ સમય મોંઘો બની અહીં
વહી આવ્યાં ત્યારે જડ પથર હું ઉંબર હતો
પડેલો દ્વારેઃ ત્યાં કુસુમ સરખાં કંકુપગલાં
અડ્યાં; જાગી ઊઠયો તરત થઈને મોર કલગી
જઈ બેઠો સાખેઃ પછી નીરખું તો તોરણ તમે
રહ્યાં મ્હેકી,.... પાછો હું સરકી જઈ કુંજર સમ
થયો પાણિયારું… ઉતરડ બની તામ્રવરણી
ઊગી મો’રી ઊઠ્યાં, ઝગુંમગું થઈ ચોક ટહુક્યો.
વલોણું, સાંબેલું, જલ-સભર બેડું, વળગણી,
તવી, ચુલો, ઘંટી, વળી દહીંની દોણી, નિસરણી.
બધાંની વચ્ચે તું ઊજળું ઊજળું છાપરું થઈ
ઠરે એ વ્હેલાં તો ઊતરી ગઈ લૂખા લીંપણમાં....
હવે તું લોહીમાં હલચલી પછી લિસ્સું સરતી
ચિતા બે આંખોની નિત સળગી ચિત્કાર ભરતી.
tame phelanwhelan muj samay mongho bani ahin
wahi awyan tyare jaD pathar hun umbar hato
paDelo dware tyan kusum sarkhan kankupaglan
aDyan; jagi uthyo tarat thaine mor kalgi
jai betho sakhe pachhi nirakhun to toran tame
rahyan mheki, pachho hun sarki jai kunjar sam
thayo paniyarun… utraD bani tamrawarni
ugi mo’ri uthyan, jhagunmagun thai chok tahukyo
walonun, sambelun, jal sabhar beDun, walagni,
tawi, chulo, ghanti, wali dahinni doni, nisarni
badhanni wachche tun ujalun ujalun chhaparun thai
thare e whelan to utri gai lukha limpanman
hwe tun lohiman halachli pachhi lissun sarti
chita be ankhoni nit salgi chitkar bharti

સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 420)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2004