સૌથી વધુ સંબંધિત પરિણામ
માજા વેલાનું મૃત્યુ
માજા વેલાને હૂંફ વળી: ‘દીકરી, સો વરસની થજે. બેસ બેટા, મારી પાસે ઘડીક બેસ.’ અને તે તેના માથા પર હાથ ફેરવવા લાગ્યો. અને મનમાં મનમાં બોલવા લાગ્યો: ‘ખોડિયાર મા! મારી ખોડિયાર મા!’
ખુડી ખોડિયાર માતાની આપેલી હતી. એની બાધા-આખડીઓ માની ડોસાએ છોકરીને જીવતી રાખી હતી. ડોસાને પોતાનાં સગાં છોકરાંછોકરીઓનાં છોકરાં કરતાં પણ ખુડી પર વધારે વહાલ હતું.
- સુન્દરમ્
- નવલિકા
