ek phebal - Satire | RekhtaGujarati

અહીં હતો એક દરિયો,

દરિયા ભેળું આકાશ;

ત્રીજો હતો એક દેડકો,

ત્યાં બેઉ જણની પાસ.

દરિયાથી આઘો થઈ,

દેડકો એક દી ચાલ્યો;

દરિયે તો જાવા દીધો,

એને પાછો ના વાળ્યો.

આકાશ તો ભૈ, આકાશ,

પાછળપાછળ ગયું;

ડ્રાંઉં ડ્રાંઉં કરતું થૈ,

ખાબોચિયામાં પડ્યું!

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 230)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004