Velnath Profile & Biography | RekhtaGujarati

વેલનાથ

નાથપંથી સંતકવિ.

  • favroite
  • share
  • 1409-1500

વેલનાથનો પરિચય

  • જન્મ -
    1409
  • અવસાન -
    1500

નાથપંથી સંતકવિ. સમય ઈ. સ. 1409થી ઈ. સ. 1500. ગિરનારી નાથ યોગી વાઘનાથના શિષ્ય. તેમનો જન્મ જૂનાગઢ જિલ્લાના પ્રાંસવા ગામે ચુંવાળિયા કોળી પરિવારમાં બોદા ભગત અને સતીબાઈને ત્યાં થયો હતો. પત્ની (1) મીણલમા, (2) મુંજલમા/જસોમા, પુત્ર : દયો, ઠાકરશી, ગિરનારમાં ચમત્કારી સિદ્ધ પુરુષ તરીકેની ખ્યાતિ વધતાં ખાખી બાવાઓએ ત્રાસ આપેલો,  તેથી ભૈરવજપની ટૂંક પાસે જીવતાં ધરતીમાં સમાઈ ગયા અને એમની સમાધિ પછી બે પત્નીઓ મીણલમા અને જસોમા પણ ધરતીમાં સમાઈ ગયેલાં એવી લોકોકિત નોંધાઈ છે. ભજનિક સંતકવિ રામૈયાના ગુરુ. અન્ય શિષ્યો : નારણ માંડળિયો અને મૈયારી ગામના રાણીંગ મેર. વેલનાથની આગમ પ્રકારની ભજનવાણી મળે છે. વડિયા પાસેના ખડખડ ગામે વેલાબાવાની જગ્યા હતી અને તેની સમાધિ છે. એવા ઉલ્લેખો પણ મળે છે.