પીર કાયમુદ્દીન ચિશ્તીની પરંપરાના સૂફી સંતકવિ.
સમય 18મી સદીનો પૂર્વાર્ધ. સૂફી સંતકવિ. પીર કાયમુદ્દીન ચિશ્તીના શિષ્ય અભરામ બાવા(ઈ. સ. 1700 આસપાસ હયાત)ના શિષ્ય. એમની વાણીમાં સૂફીવાદ, યોગાનુભવ અને સૂફીમાર્ગ પ્રધાન પ્રેમ-લક્ષણાભક્તિનું સચોટ અને માર્મિક નિરૂપણ જોવા મળે છે.