બાંદરા (તા. ગોંડલ. જિ. રાજકોટ) મુકામેમેઘવાળ પરિવારમાં ઈ. સ. 1928માં જન્મ. તેમનાં પત્નીનું નામ સોનામા હતું, પુત્ર ભલાભાઈ. તેમણે હીરસાગર સાહેબ પાસે દીક્ષા લીધી હતી. તરધરીના લાભુશંકર જોશી, હરજીવનદાદા અને અમરનગરના પૂંજલ પીર ઉગારામજીના મુખ્ય શિષ્યો. રવિ-ભાણ સંપ્રદાયના સાધના સિદ્ધાંતો અને સંતવાણીનાં તત્ત્વોનો પોતાના આગવા દૃષ્ટિબિંદુથી લોક સમાજમાં પ્રચાર કરી તેમણે એક નવો જ સંપ્રદાય ‘ઉગાપંથ’ સ્થાપ્યો છે. સમાધિ ઈ. સ. 1968માં બાંદરા મુકામે.