તિલકદાસનો જન્મ મેઘવાળ પરિવારમાં નાનજીભાઈ વાઘેલા અને ભાણબાઈને ત્યાં થયો હતો. મૂળ નામ તેજાભાઈ. ગામ વિરાણી-કચ્છમાં. માનસદાસ મહારાજ પાસે દીક્ષા. 75 વર્ષની વયે ઈ.સ. 1932માં સમાધિ લીધી. ભારાપર (કચ્છ)માં તેમની ગુફા છે. તેમનાં ભજનોમાં સંતસાધના તેમજ નીતિનો ઉપદેશ મળે છે.