પીર કાયમુદ્દીન ચિશ્તીની પરંપરાના સૂફી સંતકવિ. સમય ઈ. સ. 18મી સદી. તે પીર કાયમુદ્દીન ચિશ્તીના શિષ્ય હતા. તે જંબુસર તાલુકાના સારોદ ગામના રહેવાસી હતા. પાછળથી વડોદરા પાસેના અકોટા ગામે આવીને વસ્યા હતા. તેમનાં ભજનો ગુરુમહિમા અને પ્રેમલક્ષણા ભક્તિની ભાવનાથી સભર છે.