Snehrashmi Profile & Biography | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સ્નેહરશ્મિ

ગાંધીયુગીન કવિ અને લેખક

  • favroite
  • share

સ્નેહરશ્મિનો પરિચય

તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તેમના વતન ચીખલી, વલસાડમાં થયું હતું. 1920 દરમ્યાન તેઓએ તેમના મૅટ્રિકના અભ્યાસને અધૂરો મૂકીને અસહકાર આંદોલનમાં ઝંપલાવ્યું હતું. 1921માં તેઓ વિદ્યાપીઠનીવિનીતપરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા.

1926માં વિદ્યાપીઠમાંથી રાજ્યશાસ્ત્ર વિષય સાથે સ્નાતક થયા હતા. 1926-28 દરમિયાન વિદ્યાપીઠમાં ઇતિહાસ અને રાજ્યશાસ્ત્રના અધ્યાપક તરીકેની કામગીરી સંભાળી. 1932-33માં બે-એક વર્ષ જેલવાસ ભોગવ્યો. 1934માં મુંબઈમાં વિલેપારલેની રાષ્ટ્રીય શાળામાં આચાર્ય તરીકે પણ સેવા આપી હતી. 1938માં શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર, અમદાવાદમાં આચાર્ય અને નિયામક તરીકે તેમની નિમણૂક થઈ હતી. 1961માં તેમને ઉત્તમ શિક્ષક તરીકે રાષ્ટ્રપતિ એવૉર્ડ એનાયત થયો હતો. ત્રણેક વાર તેઓ ગુજરાતી યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ રહ્યા હતા. 1972માં મદ્રાસમાં ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે તેઓ ચૂંટાયા હતા. સાહિત્યમાં તેમના યોગદાન બદલ તેમને 1967નો રણજિતરામ સુવર્ણચન્દ્રક તેમ 1985નો નર્મદ ચન્દ્રક એનાયત થયો હતો. તેઓ સુરત શહેર કૉંગ્રેસના પ્રમુખ રહ્યા હતા.

1921થી વિદ્યાપીઠથી શરૂ થયેલી એમની કાવ્યયાત્રાનો પ્રથમ પ્રાસાદ એટલે 1935માં પ્રકટ થયેલો એમનો પ્રથમ કાવ્યસંગ્રહઅર્ઘ્ય’. ત્યાર પછીપનઘટ’ (1948), 1974માંઅતીતની પાંખમાંથી’, 1984માંક્ષિતિજે ત્યાં લંબાવ્યો હાથઅને વર્ષે અંગ્રેજી લિમરિક તરહની હળવી કાવ્યરચનાઓનો સંગ્રહનિજલીલાપણ પ્રકટ થયો. 1967માં ગુજરાતી ભાષા-સાહિત્યમાં સૌ પ્રથમ સીમાસ્તંભ સમાન હાઈકુ-સંગ્રહસોનેરી ચાંદ, રૂપેરી સૂરજઆપણને તેમની પાસેથી મળે છે. 1984માં એમનો બીજો હાઈકુ-સંગ્રહકેવળ વીજપ્રકાશિત થાય છે. વર્ષે એમના સહુ પ્રકટ કાવ્યસંગ્રહોને સમાવતોસકલ કવિતાસંગ્રહ પણ પ્રકટ થાય છે. 1986માં એમનાં કેટલાંક હાઈકુના અંગ્રેજી અનુવાદનો સંગ્રહસનરાઇઝ ઑન સ્નોપિક્સશીર્ષકથી પ્રકટ થાય છે. એમણે 1980માંતરાપોઅનેઉજાણીજેવા સફળ બાળકાવ્યોના બે સંગ્રહો પણ આપેલા છે.

તેમના કાવ્યોપરાંત સર્જન વિશે સંક્ષેપમાં નોંધ આપતાં ચન્દ્રકાન્ત ટોપીવાળા લખે છે કે, તરાપો’ (1980) અનેઉજાણી’ (1980) એમના બાળકાવ્યોના સંગ્રહો છે. ‘સકલ કવિતા’ (1984) એમની 1921થી 1984 સુધીની તમામ કાવ્યરચનાઓનો સમસ્ત ગ્રંથ છે.

એમણે ધૂમકેતુનું અનુસંધાન જાળવી ઊર્મિપ્રધાન ટૂંકીવાર્તાઓ આપી છે; જેમાં જીવનમૂલ્યોનું જત વિશેષ રીતે ઊપસી આવતું જોઈ શકાય છે. ‘ગાતા આસોપાલવ’ (1934), ‘તૂટેલા તાર’ (1934), ‘સ્વર્ગ અને પૃથ્વી’ (1935), ‘મોટી બહેન’ (1955), ‘હીરાનાં લટકણિયાં’ (1962), ‘શ્રીફળ’ (1969), ‘કાલાટોપી’ (1962), ‘સ્નેહરશ્મિની શ્રેષ્ઠ વાર્તાઓ’ (1983) વગેરે એમના વાર્તાસંગ્રહો છે. એમનીઅંતરપટ’ (1961) નવલકથામાં વિવિધ પાત્રોને મુખે આપવીતી મૂકી કરેલું વિશિષ્ટ રચનાવિધાન સામાજિક અને સાંસ્કૃતિક પરિમાણોમાં વિચારપ્રેરક રીતે વિસ્તર્યું છે. ‘મટોડુ ને તુલસી’ (1983) એમનો નાટકસંગ્રહ છે. ‘ભારતના ઘડવૈયા’ (અન્ય સાથે, 1957) એમનો ચરિત્રલેખસંગ્રહ છે. ‘પ્રતિસાદ’ (1984) એમનો વિવેચનસંગ્રહ છે.

મારી દુનિયા’ (1970), ‘સાફલ્ય ટાણું’ (1983), અનેઊઘડે નવી ક્ષિતિજો’ (1987)માં વિસ્તરેલી એમની આત્મકથા કવિ-શિક્ષકની આંતરકથા તો છે , પણ સાથે સાથે તત્કાલીન રાજકીય અને સામાજિક પરિસ્થિતિઓના નિષ્કર્ષની અને મૂલ્યાંકનની કથા પણ છે.

ગાંધી કાવ્ય સંગ્રહ’ (ઉમાશંકર જોશી સાથે, 1937), ‘સાહિત્યપલ્લવ’ (અન્ય સાથે, 1941), અનેસાહિત્ય પાઠાવલિ’ (અન્ય સાથે, 1966) એમનાં સંપાદનો છે.

1972માં ગુજરાતી સાહિત્યના મદ્રાસ (ચેન્નઈ) ખાતે ભરાયેલા અધિવેશનના તેઓ સર્વસંમત પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. એમને 1967નોરણજિતરામ સુવર્ણચંદ્રકએનાયત થયો હતો. 1985માં એમને સુરતની નર્મદ સાહિત્ય સભા તરફથીનર્મદ ચંદ્રકપણ એનાયત થયો હતો.

(તસવીર સૌજન્ય: જગન મહેતા)