જાણીતા ગુજરાતી ગઝલકાર
તેમનું મૂળ નામ શામળદાસ મૂળદાસ સોલંકી. તેમની હથોટી મુખ્યત્વે ગઝલસર્જન પર રહી હતી. ગઝલની પરંપરા સાથે સાથે તેમણે દોઢા શેરની પ્રાયોગિક શૈલી પર પણ સફળ સર્જન કર્યું હતું.
તેમનું મૂળ વતન જૂનાગઢ અને ત્યાંથી જ તેમણે મૅટ્રિકનો અભ્યાસ પણ કર્યો હતો. તેમણે વ્યવસાયરૂપે નોકરી, દુકાન, અને નગરપાલિકામાં કામ કર્યું હતું.
‘યયાવરી’ તેમનો પ્રથમ ગઝલસંગ્રહ છે, જે 1972માં બહાર પડેલો. આ ઉપરાંત, ‘બીજાં ઇન્દ્રધનુષ્ય અને આત્મકથાનાં પાનાં’ આપણને મળે છે. નીતિન વડગામાએ ‘સાંજ ઢળી ગઈ’ નામે 2002માં પણ એક સંપાદન કર્યું હતું. એ પછી ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા સંજુ વાળાસંપાદિત તેમનું સમગ્ર કાવ્યસર્જન ‘ઘર સામે સરોવર’ 2009માં પ્રકાશિત થયું હતું.