મહાપંથી સંતવાણીના સર્જક સંતકવિ.
મહાપંથી સંતવાણીના સર્જક સંતકવિ. સમય ઈ. સ. 1680થી ઈ. સ. 1770. મૂળદાસજી (અમરેલી)ના શિષ્ય. ઈ.સ. 1761માં મૂળદાસજીએ અમરેલીના પોતાના આશ્રમનો વહીવટ સોંપી દ્વારકાની યાત્રા કરેલી. અમરેલીના સૂબાએ મૂળદાસજીને હેરાન કરેલા ત્યારે આશ્રમ-સદાવ્રતને મળતી સહાય બંધ થઈ એટલે મૂળદાસજીએ શીલદાસ સહિત તમામ શિષ્યોને વાવડી ગામે મોકલ્યા હતા, ત્યાં ઝૂંપડી બાંધી રહેતા. પાછળથી અમરેલી જગ્યામાં સમાધિ. રચનામાં ભજનવાણી મળે છે.