નિઝારી ઈસ્માઈલી પીર પરંપરાના મહત્ત્વપૂર્ણ સંતકવિ. સમય ઈ. સ. 13મી સદીથી !4મી સદી. નિઝારી પરંપરામાં તેમનો ખૂબ જ પ્રભાવ હતો. તેમણે રાજસ્થાન, ગુજરાત, કાશ્મીર વગેરે અનેક પ્રદેશોનો પ્રવાસ કર્યો હતો. તેમનું અવસાન ઈ. સ. 1356માં થયું હતું. રાજસ્થાનના મહાપંથમાં તે સમસ ઋષિ તરીકે ઓળખાય છે. તેમની રચનાઓમાં અધ્યાત્મબોધ, નિઝારી સિદ્ધાંતો તથા વૈરાગ્યબોધ જોવા મળે છે.