Shah Ali Jeev Gaamdhani Profile & Biography | RekhtaGujarati

શાહ અલી જીવ ગામધની

સૂફી સંતકવિ

  • favroite
  • share

શાહ અલી જીવ ગામધનીનો પરિચય

ગૂજરી ભાષાના સૂફી સંતકવિ. તે સૂફી સંત કબીર અહમદ રિફાઈના વંશજ અને પ્રસિદ્ધ સૂફી સંત કુત્બે આલમ શાહ ઈબ્રાહીમના પુત્ર હતા. અમદાવાદમાં રાયખડમાં તેમની મઝાર છે. તેમનો તેમના ગામમાં ઘણો પ્રભાવ હતો એટલે તે ગાંવધની’ (ગામના સ્વામી) એવા નામથી ઓળખાતા હતા. તેમની રચનાઓનો સંગ્રહ જવાહિરે અસરારુલ્લાહના નામથી જાણીતો છે. ગામધનીની રચનાઓમાં એકેશ્વરવાદ અને અદ્વૈતવાદનો સમન્વય છે. રહસ્યવાદ છે. સૂફી હોવાના નાતે તસવ્વુફ અને પ્રેમથી પણ તેમની રચનાઓ ઓતપ્રોત છે. તેમણે દર્શન, કાવ્ય અને ભાષામાં સમન્વય સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો હતો.